ઓસ્ટ્રેલિયાના યુવા ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીને મેલબોર્ન ટેસ્ટની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને ઇનિંગ્સ અને 182 રનથી હરાવ્યું હતું. યજમાન ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
મેલબોર્ન ટેસ્ટ મેચ દરમિયાન કેમરન ગ્રીનની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું, જેના કારણે તે બીજી ઇનિંગમાં બોલિંગ કરી શક્યો ન હતો, પરંતુ આ ફ્રેક્ચર સાથે ગ્રીને બેટિંગ કરી અને 157 બોલનો સામનો કર્યો.
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાયેલી બોક્સિંગ ડે ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે જ જીતી લીધી હતી અને ત્યારબાદ ગ્રીને ટેસ્ટ મેચની કેટલીક યાદગાર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસવીરોમાં તેની આંગળીમાં ફ્રેક્ચરનો ફોટો પણ છે. એસ-એક્સ-રેમાં ગ્રીનની આંગળીનું ફ્રેક્ચર સ્પષ્ટપણે દેખાય છે. ગ્રીન ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તેણે દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ દાવમાં પાંચ વિકેટ ઝડપી હતી, જ્યારે બેટથી અણનમ 51 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકાને માત્ર 189 રનમાં સમેટી દીધું હતું અને જવાબમાં આઠ વિકેટે 575 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. દક્ષિણ આફ્રિકા બીજા દાવમાં 204 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, જેણે ઓસ્ટ્રેલિયાને શ્રેણીમાં 2-0ની અજેય લીડ અપાવી હતી.
Despite having a transversely displaced fracture, Cameron Green went on to score a fighting half-century.#CricTracker #CameronGreen pic.twitter.com/92XcHInCPm
— CricTracker (@Cricketracker) December 30, 2022