TEST SERIES

AUSvsSL: 31 વર્ષની ઉંમરે કર્યું ડેબ્યૂ, 6 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની બેટિંગ તોડી

શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાલેમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે શ્રીલંકાની ટીમે શાનદાર બોલિંગનું પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને 400ની અંદર જ રોકી દીધા હતા.

ખાસ કરીને શ્રીલંકાના બોલર પ્રભાત જયસૂર્યા માટે આ ડેબ્યૂ સપનાથી ઓછું નથી, જેણે પહેલી જ મેચમાં 6 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની બેટિંગની કમર તોડી નાખી હતી. એક સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 298 રન હતો, પરંતુ તે પછી પ્રભાત જયસૂર્યાની બોલિંગ સામે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો એક પછી એક આઉટ થતા ગયા અને આખી ટીમ માત્ર 364 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ.

લેફ્ટ આર્મ સ્પિન બોલર પ્રભાત જયસૂર્યાએ ડેબ્યૂ મેચમાં 6 વિકેટ લીધી હતી. તે ડેબ્યૂ પર 5 વિકેટ લેનારો શ્રીલંકા તરફથી 7મો બોલર બની ગયો છે. તેણે 36 ઓવર નાંખી અને 118 રનમાં 6 ખેલાડીઓને પેવેલિયન મોકલી દીધા.

એક સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 5 વિકેટે 298 રન હતો પરંતુ ઓસ્ટ્રેલિયા તેનો ફાયદો ઉઠાવી શક્યું ન હતું અને તેની છેલ્લી 5 વિકેટ માત્ર 66 રનમાં પડી ગઈ હતી.

Exit mobile version