TEST SERIES

AUSvWI: વોર્નર બહાર થતાં બદલાઈ ગઈ ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ

Pic - The Cricketer

પસંદગીકારોએ ડેવિડ વોર્નરના સ્થાને નિષ્ણાત સ્પિનરને પસંદ ન કર્યો હોવાથી વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં કેમરોન ગ્રીનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બુધવારે 13 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. બેટિંગ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો નથી પરંતુ ઓલરાઉન્ડર ગ્રીન ટીમમાં હશે તેની પુષ્ટિ થઈ ગઈ છે. વોર્નરે હાલમાં જ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે.

ઓસ્ટ્રેલિયાના મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઇલીએ જણાવ્યું હતું કે અમે એક એવી ટીમ પસંદ કરી છે જેમાં દેશના છ શ્રેષ્ઠ બેટ્સમેન છે. એવી અટકળો છે કે સ્ટીવ સ્મિથને ચોથા નંબર પર રાખવામાં આવી શકે છે અને ગ્રીન મિડલ ઓર્ડરમાં હશે. વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટ 17 જાન્યુઆરીથી એડિલેડમાં રમાશે.

ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, મેટ રેનશો, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક.

Exit mobile version