પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને અંતિમ ટેસ્ટ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચના ત્રીજા દિવસે પાકિસ્તાનની ટીમ 268 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
યજમાન ટીમ તરફથી અબ્દુલ્લા શફીક અને અઝહર અલીએ સૌથી વધુ રન બનાવ્યા હતા. શફીકે 81 અને અઝહરે 78 રનનું યોગદાન આપ્યું હતું. આ સાથે અઝહરે ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાન માટે નવો રેકોર્ડ બનાવ્યો છે. 37 વર્ષીય અઝહર ટેસ્ટ ક્રિકેટમાં 7000 રન બનાવનાર પાકિસ્તાનનો પાંચમો અને વિશ્વનો 54મો બેટ્સમેન બની ગયો છે.
અઝહરના હવે 94 ટેસ્ટ મેચની 173 ઇનિંગ્સમાં 43.23ની એવરેજથી 7004 રન છે. ટેસ્ટ ક્રિકેટમાં તે અત્યાર સુધી 11 વખત નોટઆઉટ રહ્યો છે. ક્રિકેટના લાંબા ફોર્મેટમાં અઝહરના નામે ટ્રિપલ સદી અને 19 સદી છે. આ સિવાય તેણે 35 અડધી સદી પણ ફટકારી છે. આ સાથે અઝહરે સલીમ મલિક, મિસ્બાહ-ઉલ-હક અને ઝહીર અબ્બાસ જેવા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. તેઓ હવે મોહમ્મદ યુસુફ (7530), ઇન્ઝમામ-ઉલ-હક (8829), જાવેદ મિયાંદાદ (8832) અને યુનિસ ખાન (10099) કરતા આગળ છે.
Javed Miandad
Inzamam-ul-Haq
Mohammad Yousuf
Younis Khan
Azhar AliJoining the list of Pakistani greats – Azhar Ali becomes the fifth Pakistani batsman to 7000 Test runs! 🔥
📸: grassrootscric#AzharAli #PAKvAUS #AUSvPAK #Pakistan #Cricket #CricketTwitter pic.twitter.com/Ur4JR7sIhn
— CricStats (@_CricStats_) March 23, 2022