TEST SERIES

કરાચીમાં ન્યૂઝીલેન્ડ સામે બાબર આઝમે 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે કરાચીમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારીને ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં બાબર આઝમે ફરી એકવાર શાનદાર ઇનિંગ રમી હતી. તેણે આ વર્ષની ટેસ્ટની ચોથી ટેસ્ટ સદી ફટકારી, આ સાથે તેણે ઘણી ખાસ સિદ્ધિઓ પોતાના નામે કરી છે.

બાબર આઝમ હવે વર્ષ 2022માં ટેસ્ટમાં સૌથી વધુ રન (1100) બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે જો રૂટ (1098)ને પાછળ છોડી દીધો. સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ઉસ્માન ખ્વાજા (1080 રન) ત્રીજા સ્થાને છે.

બાબર આઝમે આ વર્ષે નવ ટેસ્ટમાં 74.26ની એવરેજથી 1100થી વધુ રન બનાવ્યા છે. આ વર્ષે ટેસ્ટમાં તેની એવરેજ સર્વશ્રેષ્ઠ છે. બાબર આઝમે આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં ચાર સદી અને સાત અડધી સદી ફટકારી છે.

બાબર આઝમે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રનનો મોહમ્મદ યુસુફનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. તે હવે વર્ષ 2006માં મોહમ્મદ યુસુફ (2435 રન)ને પાર કરી ગયો છે. બાબર આઝમે 54 રન બનાવીને મોહમ્મદ યુસુફને પાછળ છોડી દીધો હતો. બાબર આઝમે આ વર્ષે 2500થી વધુ રન પોતાના નામે કર્યા છે.

બાબર આઝમ આ વર્ષે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવવાના મામલામાં પણ વિશ્વમાં પ્રથમ સ્થાને છે.

Exit mobile version