
બાબર આઝમની કેપ્ટનશીપની સફર અત્યાર સુધીની ખૂબ સારી રહી છે…
પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝની બીજી ટેસ્ટ મેચ હારેરે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાઇ હતી. તેના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે તેણે આ મેચ ઇનિંગ્સ અને 147 રનના તફાવતથી જીતી હતી. આ મેચ જીતવાની સાથે, પાકિસ્તાનની ટીમે 2 મેચની સિરીઝ 2-0થી સરસાઇથી જીતી લીધી હતી.
બાબર આઝમની કપ્તાની હેઠળ પાકિસ્તાનનો આ સતત ચોથો ટેસ્ટ વિજય હતો. આ મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટના નુકસાન પર 510 રન બનાવીને પોતાનો દાવ જાહેર કર્યો હતો. ઝિમ્બાબ્વેની ટીમ તેની પ્રથમ ઇનિંગ્સમાં 132 રનમાં આઉટ થઈ ગઈ હતી. તે જ સમયે, બીજી ઇનિંગ્સમાં 231 રન બનાવ્યા બાદ ઝિમ્બાબ્વેની ટીમ આઉટ થઈ ગઈ હતી.
આબીદ અલીને શાનદાર બેવડી સદી બદલ ‘મેન ઓફ ધ મેચ’ નો ખિતાબ મળ્યો હતો. તે જ સમયે, હસન અલીને તેની ઉત્કૃષ્ટ બોલિંગ બદલ ‘મેન ઓફ ધ સિરીઝ’ નો બિરુદ મળ્યો.
બાબર આઝમે તેની કેપ્ટનશીપ હેઠળ સતત 4 ટેસ્ટ મેચ જીતીને મહેન્દ્રસિંહ ધોનીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ સળંગ પ્રથમ 4 મેચમાં ભારતે 4 ટેસ્ટ મેચ જીતી હતી. બાબર આઝમની કેપ્ટનશીપની સફર અત્યાર સુધીની ખૂબ સારી રહી છે. તેણે તમામ ફોર્મેટમાં તેની કેપ્ટનશીપ હેઠળ કુલ 6 શ્રેણી જીતી છે.
