બાબર આઝમે બાંગ્લાદેશના મેહદી હસન મિરાજને આઉટ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રથમ વિકેટ લીધી હતી. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કર્યા બાદ બીજી ટેસ્ટના પાંચમા દિવસે પ્રથમ વિકેટ ઝડપી હતી.
બાબર 76મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો અને બીજા બોલે મિરાજને ફસાવી દીધો. મિરાજે સ્વીપ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ સીધો તેના પેડ્સમાં અથડાયો. ફિલ્ડ અમ્પાયરે નોટઆઉટ જાહેર કર્યા બાદ પાકિસ્તાને રિવ્યુ લીધો હતો.
ત્રીજા અમ્પાયરે મેહદીને આઉટ જાહેર કર્યો હતો. ટેસ્ટ મેચનો મોટો ભાગ વરસાદને કારણે પ્રભાવિત થયો હતો. યજમાન બાંગ્લાદેશ પ્રથમ દાવમાં 87 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પાકિસ્તાને પ્રથમ દાવમાં 300 રન બનાવ્યા હતા. પાકિસ્તાને બાંગ્લાદેશને ફોલોઓન આપ્યું હતું. ત્યારપછી બાંગ્લાદેશ તેની બીજી ઇનિંગમાં 205 રનમાં સમેટાઈ ગયું હતું. સાજિદે ટેસ્ટ મેચમાં કુલ 12 વિકેટ લીધી હતી. આ સાથે પાકિસ્તાને આ ટેસ્ટ મેચ એક ઇનિંગ અને 8 રને જીતી લીધી હતી.
આ સાથે પાકિસ્તાને બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-0થી ક્લીન સ્વીપ કરી લીધું છે. આ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાઈ હતી. બીજી ટેસ્ટ મેચમાં જીત સાથે પાકિસ્તાને 12 મહત્વના પોઈન્ટ મેળવી લીધા છે. સાજિદ ખાનને તેના શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
Babar Azam’s first international wicket and match changing moment ❤️#PakvsBan #PAKvBAN #BabarAzampic.twitter.com/uak8Oq8Iy9
— Muhammad Noman (@nomanedits) December 8, 2021

