TEST SERIES

બાંગ્લાદેશે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, 21મી સદીની સૌથી મોટી જીત

Pic- India Post English

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે શનિવારે અફઘાનિસ્તાન સામે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચ જીતીને ઈતિહાસ રચ્યો હતો. મીરપુરમાં રમાયેલી આ મેચ ચોથા દિવસે જ બાંગ્લાદેશે જીતી લીધી હતી.

આ પહેલા ત્રીજા દિવસે બાંગ્લાદેશે તેનો બીજો દાવ 425 રન પર ડિકલેર કર્યો હતો અને અફઘાન ટીમને 662 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં અફઘાનિસ્તાનની આખી ટીમ બીજા દાવમાં 115 રનમાં સમેટાઈ ગઈ હતી. જ્યારે પ્રથમ દાવમાં ટીમ માત્ર 146 રન બનાવી શકી હતી.

બાંગ્લાદેશની ટીમે આ મેચ 546 રને જીતી હતી, જે ટેસ્ટ મેચમાં રનની દ્રષ્ટિએ ત્રીજી સૌથી મોટી જીત છે. સાથે જ આ 21મી સદીની સૌથી મોટી જીત છે. અગાઉ વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 492 રને હરાવ્યું હતું. બાંગ્લાદેશની આ જીતમાં બેટ્સમેનોની સાથે બોલરોએ પણ ફાળો આપ્યો હતો. બાંગ્લાદેશના કેપ્ટન લિટન દાસે અફઘાનિસ્તાનને ફોલોઓન ન થવા દઈને પોતે બીજી ઈનિંગમાં રમવાનું નક્કી કર્યું હતું. જો તેણે આવું ન કર્યું હોત તો કદાચ આ રેકોર્ડ ન બની શક્યો હોત અને બાંગ્લાદેશની ટીમ આ મેચ ઇનિંગ્સથી જીતી શકી હોત.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી જીત (રનોની દ્રષ્ટિએ):

ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 675 રનથી હરાવ્યું, 1928
ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 562 રનથી હરાવ્યું, 1934
બાંગ્લાદેશે 2023માં અફઘાનિસ્તાનને 546 રનથી હરાવ્યું
ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને 530 રનથી હરાવ્યું, 1911
દક્ષિણ આફ્રિકાએ 2018માં ઓસ્ટ્રેલિયાને 492 રનથી હરાવ્યું

નજમુલ હસન શાંતોએ પણ આ મેચની બંને ઇનિંગ્સમાં 146 અને 124 રન બનાવીને સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. ટેસ્ટ ક્રિકેટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર તે બાંગ્લાદેશ માટે બીજો ખેલાડી બન્યો.

Exit mobile version