બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને પાકિસ્તાન સામેની બે ટેસ્ટ મેચની શ્રેણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ઓપનિંગ બેટ્સમેન મહમુદુલ હસન જંઘામૂળની ઈજાને કારણે આ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. હાલમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે તેના સ્થાને કોઈ ખેલાડીના નામની જાહેરાત કરી નથી.
ક્રિકબઝ સાથે વાત કરતા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ચીફ ફિઝિયો દેબાશીષ ચૌધરીએ જણાવ્યું હતું કે, “અમને મહમુદુલ અંગે એક મેલ મળ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે તેને તેના જમણા જંઘામૂળમાં ઈજા થઈ છે અને તેના કારણે તે કાર્યમાંથી બહાર થઈ જશે. જોકે તેને, ત્રણ અઠવાડિયા માટે આરામ આપવામાં આવશ.”
ટેસ્ટ ટીમમાં જોડાતા પહેલા મહમુદુલ બાંગ્લાદેશ A ટીમનો ભાગ હતો જે ઈસ્લામબાગમાં શાહિન્સ સામે રમી હતી. આ મેચની બીજી ઇનિંગમાં ફિલ્ડિંગ કરતી વખતે મહમુદુલને આ ઈજા થઈ હતી.
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 21 ઓગસ્ટે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ પછી, બીજી ટેસ્ટ મેચ 30 ઓગસ્ટથી કરાચીમાં રમાશે.
The Bangladesh Cricket Board (BCB) has yet to name a replacement for Mahmudul Hasan.#BangladeshCricket #PAKvsBAN #MahmudulHasan #CricketTwitter pic.twitter.com/hEQVWiC9M1
— InsideSport (@InsideSportIND) August 17, 2024

