TEST SERIES

BANvIRE: ટેસ્ટ ક્રિકેટમાં મુશફિકુર રહીમનો વર્લ્ડ રેકોર્ડ, જે ક્યારેય તૂટશે નહીં

Pic- Cricket Country

આયર્લેન્ડની ક્રિકેટ ટીમ હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે. ત્રણ મેચની ODI અને T20 ઈન્ટરનેશનલ સીરીઝ બાદ હવે બંને ટીમો વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ રમાઈ રહી છે. 4 એપ્રિલથી શરૂ થયેલી આ ટેસ્ટ મેચના બીજા દિવસે મુશફિકુર રહીમે એવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, જે હવે ક્યારેય તૂટશે નહીં.

મુશફિકુર આયર્લેન્ડ ક્રિકેટ ટીમ સામે સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આયર્લેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ સ્કોર અગાઉ અફઘાનિસ્તાનના રહમત શાહના નામે નોંધાયેલો હતો, જેણે 98 રનની ઇનિંગ રમી હતી. ઇંગ્લેન્ડના જેક લીચે 2019માં જ આયર્લેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં 92 રનની ઇનિંગ રમી હતી.

બાંગ્લાદેશે આયર્લેન્ડને 214 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આયર્લેન્ડ તરફથી હેરી ટેક્ટરે 50 રનની ઇનિંગ રમી હતી. બાંગ્લાદેશ તરફથી તૈજુલ ઇસ્લામે પાંચ વિકેટ લીધી હતી જ્યારે ઇબાદત હુસૈન અને મહેંદી હસન મિરાજે બે-બે વિકેટ લીધી હતી. શરીફુલ ઈસ્લામે એક વિકેટ લીધી હતી. જવાબમાં બાંગ્લાદેશની શરૂઆત સારી રહી ન હતી.

બાંગ્લાદેશે 40 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. નજમુલ હુસૈન શાંતો ખાતું ખોલાવ્યા વિના જ ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. તમીમ ઈકબાલ 21 રન બનાવીને આઉટ થયો હતો અને તેના પછી મોમિઉલ હક 17 રન બનાવીને આઉટ થયો હતો. શાંતો અને હકને માર્ક એડરે આઉટ કર્યા હતા, જ્યારે તમીમ એન્ડી મેકબ્રાઈનના હાથમાં ગયો હતો. આ પછી મુશ્ફિકુર રહીમ અને કેપ્ટન શાકિબ અલ હસને મળીને બાંગ્લાદેશને મેચમાં વાપસી કરી હતી. શાકિબ 87 જ્યારે મુશફિકુર 126 રન બનાવીને આઉટ થયો હતો. બાંગ્લાદેશ પ્રથમ દાવમાં 155 રનની લીડ લીધા બાદ 369 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

Exit mobile version