બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હસન શાંતોએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 310 રન બનાવ્યા હતા. આ મેચમાં ન્યુઝીલેન્ડના ટિમ સાઉથીએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે ન્યૂઝીલેન્ડ માટે મોટી સિદ્ધિ મેળવનાર ત્રીજો ખેલાડી બની ગયો છે.
ટિમ સાઉથીએ બાંગ્લાદેશ સામે પ્રથમ બોલિંગ કરી અને 1 વિકેટ લીધી. આ પછી તેણે બેટિંગ કરતા 35 રન બનાવ્યા. તેના કારણે જ ન્યુઝીલેન્ડની ટીમ બાંગ્લાદેશ સામે પ્રથમ દાવમાં 7 રનની લીડ લેવામાં સફળ રહી હતી. બાંગ્લાદેશ સામેની મેચમાં 35 રન બનાવ્યા બાદ સાઉદીએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 2000 રન પૂરા કર્યા છે.
ટિમ સાઉથી હવે ન્યૂઝીલેન્ડના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 2000 રન બનાવનાર અને 300થી વધુ વિકેટ લેનારો ત્રીજો ખેલાડી બની ગયો છે. તેમના પહેલા, રિચર્ડ હેડલી અને ડેનિયલ વેટોરીએ ન્યૂઝીલેન્ડ માટે ટેસ્ટ મેચોમાં 2000 થી વધુ રન અને 300+ વિકેટ લીધી હતી.