ભારત અને ઇંગ્લેન્ડ બર્મિંગહામમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં એકબીજા સામે આવી રહ્યા છે. આ મેચમાં ઇંગ્લેન્ડના બેટ્સમેન જેમી સ્મિથે અણનમ 184 રન બનાવ્યા, જે ટેસ્ટમાં કોઈપણ ઇંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન દ્વારા બનાવેલ સૌથી વધુ સ્કોર છે. તેણે માત્ર 80 બોલમાં સદી ફટકારી, જે ભારત સામે કોઈપણ બેટ્સમેન દ્વારા ચોથી સૌથી ઝડપી સદી છે. ભારત સામે ટેસ્ટમાં સૌથી ઝડપી સદી ફટકારનારા બેટ્સમેનોની યાદી.
1. ડેવિડ વોર્નર:
ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર ભારત સામે ટેસ્ટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે. વોર્નરે 2011 માં પર્થમાં રમાયેલી ટેસ્ટ મેચમાં 69 બોલમાં સદી ફટકારી હતી.
2. એબી ડી વિલિયર્સ:
દક્ષિણ આફ્રિકાના એબી ડી વિલિયર્સનું નામ આ યાદીમાં બીજા નંબરે છે. ૨૦૧૦માં સેન્ચુરિયનમાં રમાયેલી ટેસ્ટ મેચમાં એબી ડી વિલિયર્સે ભારત સામે માત્ર ૭૫ બોલમાં સદી ફટકારી હતી.
૩. શાહિદ આફ્રિદી:
પાકિસ્તાનના શાહિદ આફ્રિદી આ યાદીમાં ત્રીજા નંબરે છે. શાહિદ આફ્રિદીએ ૨૦૦૬માં લાહોરમાં ૭૮ બોલમાં સદી ફટકારવાનો કારનામો કર્યો હતો.
૪. જેમી સ્મિથ:
ઇંગ્લેન્ડના જેમી સ્મિથ આ યાદીમાં ચોથા નંબરે પહોંચી ગયા છે. વિકેટકીપર બેટ્સમેન જેમી સ્મિથે ૨૦૨૫માં બર્મિંગહામમાં ૮૦ બોલમાં સદી ફટકારી હતી. તે ભારત સામે સૌથી ઝડપી સદી ફટકારનાર ઇંગ્લેન્ડના બેટ્સમેન છે.
૫. કામરાન અકમલ:
પાકિસ્તાનના કામરાન અકમલનું નામ યાદીમાં પાંચમા નંબરે છે. કામરાન અકમલે 2006માં લાહોરમાં 81 બોલમાં સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
