વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોક્સ આ પ્રવાસથી ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં વાપસી કરવા જઈ રહ્યો છે.
આ શ્રેણી ઈંગ્લેન્ડના સૌથી મજબૂત અને સૌથી અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસનની છેલ્લી શ્રેણી બનવા જઈ રહી છે. એન્ડરસન આ સીરીઝમાં તેની છેલ્લી ટેસ્ટ ઈન્ટરનેશનલ મેચ રમશે. હવે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે જેમ્સ એન્ડરસનની છેલ્લી ટેસ્ટ મેચને લઈને મોટી વાત કહી છે.
જેમ્સ એન્ડરસનની છેલ્લી ટેસ્ટ સિરીઝ વિશે ધ ટેલિગ્રાફ સાથે વાત કરતા કેપ્ટન બેન સ્ટોક્સે કહ્યું કે મને લાગે છે કે જેમ્સ એન્ડરસન તેની છેલ્લી મેચમાં તમામ 20 વિકેટ લેશે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણું યોગદાન આપ્યું છે પરંતુ હવે અમારે મોટા નિર્ણયો લેવા પડશે. એશિઝ 18 મહિના પછી થશે, આપણે તેના વિશે પણ વિચારવું પડશે. જેમ્સ હંમેશા મહાન ખેલાડી રહ્યો છે. બેન સ્ટોક્સનું માનવું છે કે એન્ડરસન અવિશ્વસનીય ખેલાડી છે પરંતુ હવે ટીમે તેના સ્થાન વિશે વિચારવું પડશે.
View this post on Instagram
