TEST SERIES

ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફેરફાર! કેન વિલિયમસને લગાવી મોટી છલાંગ

ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. ન્યૂઝીલેન્ડના બેટ્સમેન કેન વિલિયમસને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બહાર પાડવામાં આવેલી તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં ક્વોન્ટમ જમ્પ લગાવ્યો છે. તેણે 4 ખેલાડીઓને પાછળ છોડી દીધા છે અને તે ફરીથી ટોપ 5માં આવી ગયો છે. કેન વિલિયમસન નંબર 2 પર પહોંચી ગયો છે.

જમણા હાથના બેટ્સમેન કેન વિલિયમસને શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી. આ પહેલા મેચમાં પણ તેણે પોતાના બેટથી સદી ફટકારી હતી. આ કારણે તે બેટ્સમેનોની ટેસ્ટ રેન્કિંગમાં ચાર સ્થાનની છલાંગ લગાવી ગયો છે. આ સિરીઝ પહેલા તે 6 નંબર પર બેઠો હતો, પરંતુ હવે તેણે સ્ટીવ સ્મિથ, જો રૂટ, બાબર આઝમ અને ટ્રેવિસ હેડને પાછળ છોડી દીધા છે.

ICC ટેસ્ટ રેન્કિંગના ટોપ 10માં માત્ર એક જ ભારતીય બેટ્સમેન બાકી છે અને તે છે રિષભ પંત, જે હાલમાં 9માં નંબર પર છે. દિમુથ કરુણારત્નેની ટોપ 10માં એન્ટ્રી થવાથી ભારતીય કેપ્ટન રોહિત શર્મા બે સ્થાન સરકીને 12મા સ્થાને આવી ગયો છે. કરુણારત્ને 10મા સ્થાને છે. આ સિવાય બોલિંગ અને ઓલરાઉન્ડરની ટોપ 10 રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી.

Exit mobile version