ભારતીય ટીમના સ્ટાર સ્પિનર આર અશ્વિને ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.
અશ્વિને ટોડ મર્ફીને આઉટ કરીને ભારતના દિગ્ગજ ખેલાડી અનિલ કુંબલેના રેકોર્ડને તોડ્યો, જેણે બોર્ડર ગાવસ્કર શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ રાખ્યો હતો. કુંબલે આ શ્રેણી પહેલા બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. આ સાથે અશ્વિન ચાલુ શ્રેણીમાં બીજી વખત પાંચ વિકેટ લેનારો ત્રીજો બોલર બની ગયો છે.
ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસે અશ્વિને આ સિદ્ધિ મેળવી હતી. અશ્વિને બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ફાઈનલ મેચમાં પણ 6 વિકેટ ઝડપી છે. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી પહેલા, બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય બોલર દ્વારા સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ કુંબલેના નામે હતો, તેણે 20 મેચમાં 111 વિકેટ ઝડપી હતી. અશ્વિને હવે 22 મેચમાં 113 વિકેટ ઝડપી છે અને તે નાથન લિયોન પછી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર બીજો બોલર બની ગયો છે.
નાથન લિયોન ચાલુ શ્રેણીમાં જ અનિલ કુંબલેનો રેકોર્ડ તોડીને બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. BGTમાં લિયોને 22 મેચમાં 113 વિકેટ લીધી છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023માં સૌથી વધુ વિકેટ લેવાના મામલે અશ્વિન ટોચ પર છે. તેણે 4 મેચમાં 23 વિકેટ લીધી છે. આ યાદીમાં બીજા નંબર પર રવિન્દ્ર જાડેજા છે જેણે 4 મેચમાં 22 વિકેટ ઝડપી છે. ઓસ્ટ્રેલિયાના સ્ટાર સ્પિનર નાથન લિયોને 4 મેચમાં 19 વિકેટ ઝડપી છે.