આ દિવસોમાં ભારતીય ટીમ ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમવા માટે દક્ષિણ આફ્રિકામાં છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની પ્રથમ મેચ 26 ડિસેમ્બરથી રમાશે. ટીમ ઈન્ડિયા સેન્ચુરિયનમાં છે અને બાયો-બબલમાં પ્રેક્ટિસ કરી રહી છે.
રાહુલ દ્રવિડના મુખ્ય કોચ બન્યા બાદ ટીમ ઈન્ડિયામાં બદલાવ જોવા મળી રહ્યો છે. તેની ક્રિકેટ કારકિર્દીમાં ધ વોલ તરીકે ઓળખાતા, રાહુલ દ્રવિડ જાણે છે કે મેદાન પર અને મેદાનની બહાર વર્કલોડ કેવી રીતે મેનેજ કરવું. ટીમ ઈન્ડિયાના ઓપનર મયંક અગ્રવાલે એક ફોટો શેર કર્યો છે. જેમાં હેડ કોચ રાહુલ દ્રવિડ સહિત ઘણા ખેલાડીઓ બાર્બેક્યુની મજા લેતા જોવા મળે છે.
ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર મયંક અગ્રવાલે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. તસવીરમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ સહિત ઘણા ક્રિકેટરો નજરે પડે છે. તમામ ખેલાડીઓ રાત્રે બરબેકયુની મજા માણી રહ્યા છે. ફોટો કેપ્શનમાં મયંક અગ્રવાલે લખ્યું, રાતના બરબેકયુ જેવું કંઈ નથી.
ભારતીય ટીમ સેન્ચુરિયનમાં છે અને અહીં બાયો-બબલમાં રહીને સખત પ્રેક્ટિસ કરી રહી છે. બીસીસીઆઈએ હાલમાં જ ટીમ ઈન્ડિયાને ટ્રેનિંગ કરતી વખતે કેટલાક ફોટો શેર કર્યા હતા, જેમાં મયંક અગ્રવાલ, દીપક ચહર, રિદ્ધિમાન સાહા અને વિરાટ કોહલી સહિત આખી ટીમ પ્રેક્ટિસ કરતી જોવા મળી હતી. રોહિતની ગેરહાજરીમાં મયંક ઇનિંગ્સની શરૂઆત કરે તેવી અપેક્ષા છે. મયંક અગ્રવાલે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર બેટિંગ કરી હતી.
Nothing like a fiery BBQ night 🔥 pic.twitter.com/0S7h7be5ni
— Mayank Agarwal (@mayankcricket) December 21, 2021

