ન્યુઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલની બંને ઇનિંગ્સમાં જોવા મળી હતી….
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓગસ્ટથી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાવાની છે. જેમાં તમામની નજર ભારતીય ઓપનર રોહિત શર્માના પ્રદર્શન પર રહેશે. ભારતીય ક્રિકેટ ચાહકો રોહિત પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા કરી રહ્યા છે, તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાના પૂર્વ લેગ સ્પિનર બ્રેડ હૉગનું માનવું છે કે આ દિગ્ગજ બેટ્સમેન આ ટેસ્ટ શ્રેણીમાં ભાગ્યે જ કંઈ ખાસ કરી શકશે.
બ્રેડ હૉગે તેની યુટ્યુબ ચેનલ પર શેર કરેલા વીડિયોમાં જણાવ્યું હતું કે તે કેમ વિચારે છે કે આ ટેસ્ટ શ્રેણી રોહિત શર્મા માટે બહુ સારી નહીં રહેશે આ શ્રેણી કારણ કે, ભારતમાં ટેસ્ટ મેચોમાં રોહિત શર્માની સરેરાશ 79 છે, પરંતુ જ્યારે તે રમવા માટે બહાર જાય છે, ત્યારે તેની સરેરાશ ઘટીને માત્ર 27 થાય છે. બીજી બાજુ, ઇંગ્લેંડમાં તેની સરેરાશ વધુ ખરાબ થાય છે અને તે ફક્ત 24 જ રહે છે. મને લાગે છે કે બ્રોડ અને એન્ડરસન જેવા બોલરો સામે, તેઓને સમસ્યાઓનો સામનો કરવો પડશે. ખાસ કરીને ડ્યુક બોલ સામેની ઇનિંગ્સ ખોલવી સરળ રહેશે નહીં. જો તે આ શ્રેણીમાં કોઈ અસર કરી શકે તો મને ખૂબ જ આશ્ચર્ય થશે.
રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં શરૂઆતના બેટ્સમેન તરીકે રમવાનું શરૂ કર્યું ત્યારથી તે એક અલગ પ્રકારનો ક્રિકેટર રહ્યો છે. આ સ્થિતિમાં રમીને તે એકદમ આરામદાયક લાગ્યો છે અને આ ન્યુઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલની બંને ઇનિંગ્સમાં જોવા મળી હતી.

