TEST SERIES

બ્રેકીંગ: કોરોનાએ શ્રીલંકાના ખેલાડીઓ પર તબાહી મચાવી, બીજી ટેસ્ટ ટળી શકે છે!

શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાલેમાં રમાનાર બીજી ટેસ્ટ સ્થગિત થવાનો ખતરો છે. ખેલાડીઓ પર તૂટેલા કોરોનાના કહેરથી આ ખતરો ઉભો થયો છે. વાસ્તવમાં, બીજી ટેસ્ટ મેચ શરૂ થવાના એક દિવસ પહેલા જ શ્રીલંકાના વધુ 3 ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

જે 3 ખેલાડીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે તેમાં ઓલરાઉન્ડર ધનંજય ડી સિલ્વા, ફાસ્ટ બોલર અસિતા ફર્નાન્ડો અને સ્પિનર ​​જેફરી વેન્ડરસેનો સમાવેશ થાય છે. ત્રણેય ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 જુલાઈથી બીજી ટેસ્ટ મેચ રમાશે.

જણાવી દઈએ કે, પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા શ્રીલંકાને ખરાબ રીતે હરાવી હતી.

Exit mobile version