ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગયા મહિને રમાયેલી ટેસ્ટ શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સંઘર્ષ અને લગભગ 42 દિવસની ચર્ચાઓ બાદ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) એ રદ થયેલી માન્ચેસ્ટર ટેસ્ટ ફરીથી રમવાનો નિર્ણય કર્યો છે. આ મેચ હવે આવતા વર્ષે એટલે કે જુલાઈ 2022માં બર્મિંગહામના એજબેસ્ટન ગ્રાઉન્ડ પર રમાશે. એટલું જ નહીં, ટેસ્ટ શ્રેણીનું પરિણામ પણ આ મેચ બાદ જ નક્કી થશે. પ્રથમ ચાર મેચમાં બે જીત બાદ ભારતીય ટીમ શ્રેણીમાં 2-1થી આગળ છે. ECB એ શુક્રવાર, 22 ઓક્ટોબરે એક નિવેદન બહાર પાડીને નવીનતમ અપડેટ વિશે માહિતી આપી હતી. આ શ્રેણી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે.
The fifth match of our Men’s LV= Insurance Test Series against India has been rescheduled and will now take place in July 2022.
— England Cricket (@englandcricket) October 22, 2021

