TEST SERIES

કેપ્ટન જો રૂટે 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ગ્રીમ સ્મિથ અને કોહલીને પાછળ છોડી દીધો

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની એશિઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ રહી છે. મેચના પહેલા દિવસે બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની હાલત ઘણી ખરાબ છે.

ટીમ માટે અત્યાર સુધી કેપ્ટન જો રૂટ સૌથી વધુ સ્કોરર રહ્યો છે જેણે શાનદાર અડધી સદી ફટકારી હતી. રૂટે સળંગ ત્રીજી ટેસ્ટ મેચમાં પોતાની ફિફ્ટી પૂરી કરી, જે ટેસ્ટ ક્રિકેટમાં તેની 53મી ફિફ્ટી છે. આ ઇનિંગ દરમિયાન રૂટે દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે.

રુટે કેપ્ટન તરીકે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવવાનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 2021માં અત્યાર સુધીમાં 1680 રન બનાવ્યા છે અને 2008માં ગ્રીમ સ્મિથના 1656 રનના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. વર્લ્ડ રેકોર્ડ પાકિસ્તાનના મોહમ્મદ યુસુફના નામે છે જેણે 2006માં 11 મેચમાં 1788 રન બનાવ્યા હતા. તેના પછી વેસ્ટ ઈન્ડિઝના મહાન વિવિયન રિચર્ડ્સનો નંબર આવે છે, જેમણે 1976માં 11 ટેસ્ટ મેચમાં 1710 રન બનાવ્યા હતા. માઈકલ ક્લાર્કે 2012માં કેપ્ટન તરીકે 1595 રન બનાવ્યા હતા.

ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ વર્ષ 2018માં 13 ટેસ્ટ મેચમાં 1322 રન બનાવ્યા હતા. 2016માં પણ તેણે 18 ઇનિંગ્સમાં 1215 રન બનાવ્યા હતા. જોકે કેપ્ટન તરીકે કોહલી જો રૂટથી ઘણો પાછળ છે.

 

Exit mobile version