જસપ્રિત બૂમરાહ અને મોહમ્મદ શામી લોર્ડસ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ પર ભારી રહીને ભારતને151 રનની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે માત્ર રમત મુશ્કેલ પળોમાં વિકેટ ઝડપી હતી પણ બેટિંગ કરતાં વધુ સારી ફાળો આપ્યો હતો. પાંચમા દિવસે તેને લાગતું હતું કે ઇંગ્લેન્ડની ટીમ જીતશે પરંતુ શામી અને બૂમરાહની બેટિંગના મદદથી 9 વિકેટે 89 રન જોડ્યા અને ત્યાં થી ઇંગ્લૈંડના હાતોથી મેચ ભારતે છીનવી લીધી હતી.
તે મેચમાં બૂમરાહે 64 બોલમાં 34 રન ફટકાર્યા હતા અને શામીએ સાનદાર 70 બોલમાં 56 રન કર્યા હતા. જોકે લંચ બ્રેક વચ્ચે જ્યારે બંને મૈદાન છોડી ડ્રેસિંગ રૂમમાં જતાં હતા ત્યારે બૂમરાહે અને શામીને ભારતીય ખેલાડીઓએ આવકાર આપ્યો હતો. જોકે સ્પિનર રવિ અશ્વિન જણાવ્યું હતું કે આ વિચાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો હતો.
ભારત પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી આગળ છ. તો ત્રીજી ટેસ્ટમાં 25 ઓગસ્ટથી લીડ્સમાં રમાવા જઈ રહી છે. જણાવી દઈએ કે, ઇંગ્લૈંડે ત્રીજી ટેસ્ટ માટે ડેવિડ માલનને પાછો બોલાવ્યો છે.

