
કેટલાક મિત્રો સાથેનો ફોટો પણ ટ્વીટ કર્યો હતો, જેમાં તેણે માસ્ક પહેર્યો ન હતો…
ભારતીય ટેસ્ટ ટીમ 20 જુલાઈથી કાઉન્ટી સિલેકટ ઇલેવનની ટીમ સાથે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે, પરંતુ વિકેટકિપર-બેટ્સમેન રીષભ પંત આ મેચમાં જોવા નહીં મળે, કેમ કે થોડા દિવસો પહેલા તેને કોરોનાવાયરસ ચેપ લાગ્યો હતો.
બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, કોરોનાવાયરસ પરીક્ષણમાં સકારાત્મક મળ્યા બાદ રીષભ પંતે લંડનમાં 10 દિવસીય ક્વોરેન્ટાઇન સમયગાળો પૂર્ણ કર્યો છે. તે સ્વસ્થ થઈ રહ્યો છે પરંતુ હજી સુધી તે ડરહામમાં ટીમના બાયો-બબલમાં સામેલ થયો છે.
બીસીસીઆઈના અધિકારીએ વધુમાં કહ્યું કે, ‘સાવચેતી રૂપે ક્વોરેન્ટાઇનમાં સમય પસાર કરી રહેલા રીષભ પંત અને વૃદ્ધિમાન સાહા બંને પ્રથમ ટેસ્ટ માટે હાજર રહેશે.’ આ જ પ્રેક્ટિસ મેચમાં કેએલ રાહુલ વિકેટકીપરની ભૂમિકા નિભાવશે.
રીષભ પંત 29 જૂને ઇંગ્લેન્ડ અને જર્મની વચ્ચેની યુરો 2020ની પૂર્વ ક્વાર્ટર ફાઈનલ મેચ જોવા માટે વેમ્બલી સ્ટેડિયમ ગયા હતા. તેણે પ્રેક્ષકોની વચ્ચે બેઠેલા કેટલાક મિત્રો સાથેનો ફોટો પણ ટ્વીટ કર્યો હતો, જેમાં તેણે માસ્ક પહેર્યો ન હતો.
Good experience watching
.
vs
pic.twitter.com/LvOYex5svE
— Rishabh Pant (@RishabhPant17) June 30, 2021

.
vs