
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર દાનિશ કનેરિયા ઘણીવાર ભારતીય ક્રિકેટ ટીમ અને ખેલાડીઓ વિશે પોતાનો અભિપ્રાય આપે છે, પરંતુ આ વખતે તેણે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
દાનિશ કનેરિયાનું કહેવું છે કે વિરાટ કોહલીને ભારતીય ટેસ્ટ ટીમના સુકાનીપદેથી હટાવી દેવામાં આવશે અને તેની જગ્યાએ અજિંક્ય રહાણેને ટેસ્ટ ટીમનો પૂર્ણકાલીન કેપ્ટન બનાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે ટી-20 વર્લ્ડ કપ 2021 બાદ વિરાટ કોહલીએ પણ ભારતી ટી-20 ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી અને ત્યારબાદ તેની જગ્યાએ રોહિત શર્માને કેપ્ટનશિપ આપવામાં આવી હતી.
પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા દાનિશ કનેરિયાએ કહ્યું કે જો વિરાટ કોહલી ટેસ્ટ ટીમમાં આવશે તો પણ તેને કેપ્ટનશીપ આપવામાં આવશે નહીં અને તે માત્ર એક ખેલાડી તરીકે ટીમમાં રમશે. જોકે આ કહેવું ઘણું વહેલું છે, પરંતુ મને લાગે છે કે અજિંક્ય રહાણે કેપ્ટન તરીકે ચાલુ રહેશે. રહાણેને આ સ્થાન પર રહેવા માટે રન બનાવવાની જરૂર છે અને જોકે તેના માટે આકરી કસોટી છે.
કનેરિયાએ કહ્યું કે રહાણેએ ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમની શાનદાર કપ્તાની કરી હતી અને ટીમ ઈન્ડિયાએ શ્રેણી પણ જીતી હતી, પરંતુ ત્યારથી રહાણેની બેટિંગમાં ઘટાડો થયો છે. રહાણે અને રાહુલ દ્રવિડની ન્યુઝીલેન્ડ સામેની જોડી ટીમ માટે શાનદાર સાબિત થઈ રહી છે.
