TEST SERIES

ડેવિડ વોર્નર: મારુ છેલ્લું સ્વપનું ભારતમાં ટેસ્ટ સિરીઝ જીતીને સંન્યાસ લેવા માંગીશ

ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નરે ભારતમાં રમાનારી ટેસ્ટ શ્રેણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. ડેવિડ વોર્નરનું કહેવું છે કે તે ભારતમાં ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ નિવૃત્તિ લેવા માંગે છે.

તમને જણાવી દઈએ કે 17 વર્ષથી ઓસ્ટ્રેલિયા ભારતમાં ટેસ્ટ સીરીઝ જીતવા માટે તલપાપડ છે. છેલ્લી વખત ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2004માં ભારતીય ધરતી પર ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને 2-1થી હરાવ્યું હતું. આ પછી ભારતે ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર દરેક વખતે ટેસ્ટ શ્રેણીમાં જોરદાર પરાજય આપ્યો છે.

તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાએ નવેમ્બર 2022માં ભારતીય ધરતી પર ટીમ ઈન્ડિયા સામે 4 મેચોની ટેસ્ટ સીરીઝ રમવાની છે. વોર્નરના મતે તે ભારત જઈને ટેસ્ટ શ્રેણી જીતવા માંગે છે. આ સિવાય તેનું સપનું પણ છે કે તે ઈંગ્લેન્ડને એશિઝ સિરીઝમાં તેના જ ઘરે હરાવશે. આ બધું પૂરું થયા પછી તે પોતાની ટેસ્ટ નિવૃત્તિ વિશે વિચારી શકે છે. ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયન ટીમનો દિગ્ગજ ઓપનર છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં પણ એટલી જ સફળતા મેળવી છે જેટલી તેણે વનડે અને ટી-20માં મેળવી છે.

ડેવિડ વોર્નરે ટેસ્ટ ક્રિકેટમાં ઘણી શાનદાર ઇનિંગ્સ રમી છે. ડેવિડ વોર્નરને ઇંગ્લેન્ડ સામેની ત્રીજી એશિઝ ટેસ્ટ મેચમાં જીત બાદ તેની નિવૃત્તિ વિશે પૂછવામાં આવ્યું હતું, આ પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું કે તેણે પોતાના માટે કેટલાક લક્ષ્યો નક્કી કર્યા છે અને તે પછી તે નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.

ડેવિડ વોર્નરે ચેનલ સેવન પર વાતચીત દરમિયાન કહ્યું, ‘ઓસ્ટ્રેલિયામાં એશિઝ શ્રેણી જીતવી ચોક્કસપણે એક મોટું લક્ષ્ય હતું. અમે હજુ પણ ભારતમાં ભારતને હરાવ્યું નથી. એ પણ મારું એક ધ્યેય છે. આ ઉપરાંત, અલબત્ત, અમે ઇંગ્લેન્ડ જઇને એશિઝમાં ઇંગ્લેન્ડને હરાવવા માંગીએ છીએ. છેલ્લી વખતે અમે ડ્રો રમ્યા હતા, પરંતુ આશા છે કે જો અમે તે કરી શકીશું તો પછી હું નિવૃત્તિ વિશે વિચારી શકું છું.

Exit mobile version