TEST SERIES

ડેવોન કોનવે ટેસ્ટમાં સૌથી ઝડપી 1000 રન પૂરા કરનાર બેટ્સમેન બન્યો

ન્યૂઝીલેન્ડનો વિકેટકીપર-બેટ્સમેન ડેવોન કોનવે ટેસ્ટમાં સૌથી ઝડપી 1000 રન પૂરા કરનાર કિવી બેટ્સમેન બની ગયો છે. કોનવેએ કરાચીમાં પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી.

કોનવે 176 બોલમાં 92 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 14 ચોગ્ગા સામેલ હતા. તેનો ટેસ્ટ રેકોર્ડ હવે 11 મેચમાં 55.55ની એવરેજથી 19 ઇનિંગ્સમાં 1,000 ઉપર રનો છે. તેણે ફોર્મેટમાં ત્રણ સદી અને પાંચ અડધી સદી ફટકારી છે અને ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 200 છે.  તેણે 20 ઇનિંગ્સમાં 1000 રન પૂરા કરનાર પૂર્વ કિવી ખેલાડી જોન રીડનો રેકોર્ડ તોડ્યો છે. ઇંગ્લેન્ડનો ખેલાડી હર્બર્ટ સટક્લિફ ટેસ્ટમાં સૌથી ઝડપી હજાર રન બનાવનાર ખેલાડી છે. તેણે 1925માં ઓસ્ટ્રેલિયા સામે માત્ર 12 ઇનિંગ્સમાં આ કર્યું હતું.

Exit mobile version