ભારતે ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવીને ટેસ્ટ શ્રેણી પર કબજો કરી લીધો છે. ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે સતત 17મી ટેસ્ટ શ્રેણી જીતી છે. 2012થી ભારતીય ટીમ ઘરઆંગણે એક પણ ટેસ્ટ શ્રેણી હારી નથી.
રાંચી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીતનો હીરો વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ રહ્યો હતો, જેણે બંને ઈનિંગ્સમાં પોતાના બેટથી શાનદાર ઈનિંગ્સ રમી હતી. આ ઇનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો. આ મેચ બાદ ધ્રુવ જુરેલે રોહિત શર્મા અને રાહુલ દ્રવિડનો આભાર માન્યો છે.
તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડના પ્રથમ દાવના 353 રનના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 177 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે પ્રથમ દાવમાં ધ્રુવ જુરેલે ભારતનો દાવ સંભાળ્યો હતો. જુરેલે ત્યારબાદ કુલદીપ યાદવ સાથે અડધી સદી અને આકાશદીપ સાથે 40 રનની મહત્વની ભાગીદારી કરી હતી. જુરેલ પ્રથમ દાવમાં સદી ચૂકી ગયો હતો અને 90 રન બનાવીને આઉટ થયો હતો. બીજી ઇનિંગ્સમાં તેણે ફરી એકવાર શાનદાર બેટિંગ કરી હતી. 192 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 120 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, જે બાદ જુરેલે ગિલ સાથે અણનમ અડધી સદીની ભાગીદારી કરી અને ટીમને જીત તરફ દોરી ગઈ.
Thank you Rohit bhaiya, Rahul sir for believing in this boy 🙏🇮🇳❤️ pic.twitter.com/pBlojvB10p
— Dhruv Jurel (@dhruvjurel21) February 26, 2024
