
ભારતીય ક્રિકેટ ટીમનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ ઘણા ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જેમાં અજિંક્ય રહાણેને અને અનુભવી મિડલ ઓર્ડર ચેતેશ્વર પુજારા માટે આ શ્રેણી ખાસ છે.
મયંક અગ્રવાલે રોહિત શર્માની ગેરહાજરીમાં મળેલી તકનો ફાયદો ઉઠાવીને પ્રથમ દાવમાં 60 રન બનાવ્યા હતા જ્યારે પૂજારા ખાતું ખોલાવ્યા વિના જ પરત ફર્યો હતો. પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટનનું કહેવું છે કે જ્યારે રોહિત પરત ફરે છે ત્યારે પૂજારાએ બહાર જવું જોઈએ, ફોર્મમાં રહેલા મયંકને નહીં.
સલમાને કહ્યું, “હવે જ્યારે તે ફોર્મમાં નથી, ત્યારે તમારે રોહિત શર્માને ટીમમાં સ્થાન આપવું જોઈએ જ્યારે તે પાછો આવે. તમે ક્યારેય એવા ખેલાડીને બહાર ન કરી શકો જે ફોર્મમાં હોય. તેણે શ્રેયસ ઐયરને ટીમની બહાર રાખ્યો હતો તેમ છતાં તેણે ન્યૂઝીલેન્ડની ટીમ સામે ડેબ્યૂ ટેસ્ટમાં સારું પ્રદર્શન કર્યું હતું. ભારતે હંમેશા સિનિયર ખેલાડીઓને સપોર્ટ કર્યો છે, તે સારી વાત છે પરંતુ પૂજારાને રન બનાવવાની જરૂર છે.”
સેન્ચ્યુરિયન ટેસ્ટની ઇનિંગ્સ પર સલમાને કહ્યું, “મયંક ખૂબ જ સારું રમી રહ્યો છે, તે ઇનિંગની શરૂઆતથી જ પહેલા બોલથી ખૂબ જ સારી રીતે રમી રહ્યો હતો. તે જે દૂરના બોલને ચલાવતો હતો તે ખૂબ જ સુંદર હતો. પેડ્સ પર સાઉથ આફ્રિકન બોલરોએ કેટલાક બોલ ફેંક્યા જેના પર અગ્રવાલ અને કેએલ રાહુલ ખૂબ જ સારી રીતે રમ્યા.
