ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ મેચ લોર્ડ્સ ના ઐતિહાસિક મેદાન પર રમાઈ રહી છે. પ્રથમ મેચના પહેલા જ દિવસે બોલરોનો દબદબો જોવા મળ્યો હતો.
પહેલા ન્યુઝીલેન્ડનો પ્રથમ દાવ 132 રનમાં સમેટાઈ ગયો હતો, ત્યારબાદ ઈંગ્લેન્ડે પણ 116 રનના સ્કોર પર 7 વિકેટ ગુમાવી દીધી હતી. પ્રથમ દિવસની રમતના અંતે યજમાન ટીમ 16 રનથી પાછળ હતી.
ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ ગુરુવારથી શરૂ થઈ હતી. લોર્ડ્સના મેદાન પર રમાઈ રહેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. નવોદિત ઈંગ્લિશ બોલર મેથ્યુ પેટ્સ અને અનુભવી જેમ્સ એન્ડરસનની શાનદાર બોલિંગ સામે કિવી ટીમ 132 રન જ બનાવી શકી હતી. જવાબમાં પ્રથમ ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડની ટીમે સારી શરૂઆત કરી હતી પરંતુ દિવસની રમત પૂરી થતાં સુધીમાં તેઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.
કિવી ટીમ મેચના પહેલા દિવસે પ્રથમ દાવમાં માત્ર 132 રન સુધી જ પહોંચી શકી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમનો ટોપ ઓર્ડર ખરાબ રીતે ફ્લોપ થયો હતો. ટોમ લાથમ અને વિલ યંગ 1-1 રને આઉટ થયા, કેપ્ટન કેને 2 રન બનાવ્યા, ત્યારબાદ ડેવોન કોનવે માત્ર 3 રનના આંક સુધી પહોંચી શક્યો. પ્રથમ ટેસ્ટ મેચ રમતા, મેથ્યુએ 9.2 ઓવર નાંખી, માત્ર 13 રન આપીને 4 વિકેટ લીધી. ઇંગ્લિશ ટીમનો સૌથી અનુભવી બોલર જેમ્સ એન્ડરસન હજુ પણ અકબંધ છે. તેણે 16 ઓવરમાં 66 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.
મિડલ ઓર્ડર બેટ્સમેન ન્યૂઝીલેન્ડ સામે 59 રનની સારી શરૂઆતનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા. ટીમની 92 રનમાં માત્ર 2 વિકેટ પડી હતી અને તે પછી ટીમનો સ્કોર 100 રનમાં સાત વિકેટે થઈ ગયો હતો. જેક ક્રાઉલી 43 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો, જે બાદ ટીમે ઓલી પોપની વિકેટ ગુમાવી હતી. પૂર્વ કેપ્ટન જો રૂટ 11 રન બનાવીને પરત ફર્યો અને ત્યારબાદ ટીમ અહીંથી વિખેરાઈ ગઈ. રૂટની વિકેટ 92 રન પર પડી હતી, ત્યારબાદ એલેક્સ લીસ 96ના સ્કોર પર આઉટ થયો હતો. આ પછી તરત જ જ્યારે સ્કોર 98 રન હતો ત્યારે કેપ્ટન બેન સ્ટોક્સ આઉટ થઈ ગયો હતો. ટીમે 100 રન પૂરા કર્યા ત્યારે જોની બેરસ્ટો અને મેથ્યુ પેટ્સે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.