ઈંગ્લેન્ડના યુવા સ્પિનર શોએબ બશીરે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં 5 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે. તે ઈંગ્લેન્ડ માટે 21 વર્ષથી ઓછી ઉંમરનો પ્રથમ બોલર બન્યો જેણે ઘરઆંગણે એક દાવમાં 5 વિકેટ લીધી.
બશીરે વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી ઈનિંગમાં 11.1 ઓવરમાં 41 રન આપીને 5 વિકેટ લીધી હતી. તેની શાનદાર બોલિંગના કારણે મુલાકાતી ટીમ 143 રનમાં સમેટાઈ ગઈ હતી અને ઈંગ્લેન્ડે 241 રનથી મેચ જીતી લીધી હતી. આ મેચમાં જીત સાથે જ ઇંગ્લિશ ટીમે ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ પણ મેળવી લીધી છે.
આ સાથે શોએબ બશીર મુથૈયા મુરલીધરન બાદ ટ્રેન્ટ બ્રિજ પર 5 વિકેટ લેનારો પ્રથમ સ્પિનર બની ગયો છે. હા, મુરલીધરે 2006માં ઈંગ્લેન્ડ સામેની ઈનિંગમાં 70 રન આપીને 8 વિકેટ ઝડપી હતી. હવે 18 વર્ષ બાદ શોએબ બશીરે આ સિદ્ધિ હાંસલ કરવામાં સફળતા મેળવી છે.
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે ઓલી પોપની સદીના આધારે 416 રન બનાવ્યા હતા. જવાબમાં કેવેમ હોજની સદીની મદદથી વેસ્ટ ઈન્ડિઝ 457 રન બનાવીને યજમાન ટીમ પર 41 રનની લીડ લેવામાં સફળ રહી હતી. બશીર આ ઈનિંગમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો, તેણે 25 ઓવરમાં માત્ર 2 વિકેટ ઝડપી હતી.
આ પછી, જો રૂટ અને હેરી બ્રુકની વિસ્ફોટક સદીઓના આધારે ઇંગ્લેન્ડે ફરી એકવાર 400 રનનો આંકડો પાર કર્યો. આ વખતે યજમાન ટીમે 452 રન બનાવીને વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 385 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
જો કે, આ વખતે આ વિશાળ સ્કોર સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ફંગોળાઈ ગઈ અને આખી ટીમ 143 રનમાં સમેટાઈ ગઈ. ઈંગ્લેન્ડે આ મેચ 241 રનના માર્જીનથી જીતી હતી.
વેસ્ટ ઈન્ડિઝ 2000 પછી ઈંગ્લેન્ડમાં સતત 8મી શ્રેણી હારી છે. મુલાકાતીઓએ 1988માં ઇંગ્લિશ ધરતી પર તેમની છેલ્લી ટેસ્ટ શ્રેણી જીતી હતી.
Somerset bowlers taking 5️⃣ wickets in a Test match for England ❤️
Very proud of you Shoaib Bashir! 👊#WeAreSomerset #ENGvWI pic.twitter.com/5wNbTqIOVd
— Somerset Cricket 🏆 (@SomersetCCC) July 21, 2024
