ભારત સામેની બીજી ટેસ્ટમાં 151 રનની કારમી હાર બાદ ઇંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટ માટેની ટીમમાં મોટા ફેરફાર કર્યા છે. ટી-20માં વિશ્વના નંબર 1 બેટ્સમેન ડેવિડ મલાન ત્રણ વર્ષમાં પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં વાપસી કરી છે.
તેણે છેલ્લે ટેસ્ટ ક્રિકેટ ઓગસ્ટ 2018માં ઇંગ્લેન્ડની એજબાસ્ટન ખાતે ભારત સામેની જીત દરમિયાન રમી હતી. આ સાથે જ ઝડપી બોલર સાકિબ મહમૂદને તમામ ફોર્મેટમાં પ્રભાવિત કર્યા બાદ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેણે હજી ટેસ્ટ ડેબ્યૂ કરવાનું બાકી છે પરંતુ તેની વિશ્વસનીયતા વધારવાનું લક્ષ્ય છે. તેણે પાકિસ્તાન સામે વનડે અને ટી-20માં સિનિયર ટીમમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
24 વર્ષીય જમણા હાથનો ઝડપી બોલર ઇંગ્લેન્ડના સેટ-અપથી પરિચિત છે, તેણે શ્રીલંકા અને ભારતમાં ઇંગ્લેન્ડના શિયાળુ ટેસ્ટ કાર્યક્રમો દરમિયાન રિઝર્વ તરીકે પ્રવાસ કર્યો હતો.
We’ve named our squad for the third LV= Insurance Test match.
Welcome back @dmalan29 👋
— England Cricket (@englandcricket) August 18, 2021
બેટ્સમેન જેક ક્રોલી અને ડોમ સિબલને ખરાબ પ્રદર્શન બાદ બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. તેઓ થોડો સમય રમવા માટે અનુક્રમે કેન્ટ અને વોરવિકશાયર પરત ફરશે. સમરસેટ સ્પિનર જેક લીચ પણ વાપસી કરશે. પરંતુ મોઇન અલીના બેકઅપ તરીકે સ્ટેન્ડબાય રહેશે.
ઇંગ્લેન્ડની ટીમ:
જો રૂટ, મોઇન અલી, જેમ્સ એન્ડરસન, જોની બેયરસ્ટો, રોરી બર્ન્સ, જોસ બટલર, સેમ કુરન, હસીબ હમીદ, ડેન લોરેન્સ, સાકિબ મહમૂદ, ડેવિડ મલાન, ક્રેગ ઓવરટન, ઓલી પોપ, ઓલી રોબિન્સન, માર્ક વુડ

