ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે સિડનીમાં રમાઈ રહેલી એશિઝ શ્રેણીની બીજી ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાએ તેનો પ્રથમ દાવ 416/8 પર ડિકલેર કર્યો હતો.
જવાબમાં ઈંગ્લેન્ડે કોઈ વિકેટ ગુમાવ્યા વિના 13 રન બનાવી લીધા હતા. હસીબ હમીદ અને ઝેક ક્રોલી ક્રિઝ પર છે. ઓસ્ટ્રેલિયન ટીમની સ્થિતિ અત્યારે મજબૂત જોવા મળી રહી છે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે સારી શરૂઆત કરી હતી. ડેવિડ વોર્નર અને માર્કસ હેરિસે પ્રથમ વિકેટ માટે 51 રનની ભાગીદારી નોંધાવી હતી. ઓસ્ટ્રેલિયાને પહેલો ફટકો વોર્નરના રૂપમાં લાગ્યો હતો. તે 30 રને સ્ટુઅર્ટ બ્રોડના હાથે આઉટ થયો હતો. આ પછી હેરિસ પણ 38 રન બનાવીને પેવેલિયન ચાલ્યો ગયો હતો.
માર્નસ લાબુશેને માર્ક વુડની બોલ પર 28 રન બનાવ્યા હતા. આ પછી સ્ટીવ સ્મિથ અને ઉસ્માન ખ્વાજાએ મળીને ઓસ્ટ્રેલિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. બંનેએ ચોથી વિકેટ માટે 263 બોલમાં 115 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન સ્મિથે તેની 33મી અડધી સદી ફટકારી હતી. તે 141 બોલમાં 67 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ખ્વાજાએ પોતાની ટેસ્ટ કારકિર્દીની નવમી સદી ફટકારી હતી. તે 137 રનના અંગત સ્કોર પર બ્રોડના હાથે બોલ્ડ થયો હતો. આ પછી ખ્વાજાએ પોતાની ટેસ્ટ કારકિર્દીની નવમી સદી ફટકારી હતી. તે 137 રનના અંગત સ્કોર પર બ્રોડના હાથે બોલ્ડ થયો હતો. આ રીતે ઓસ્ટ્રેલિયાએ 416 રન પર ઇનિંગ્સ ડિકલેર કરી હતી. ઈંગ્લેન્ડ તરફથી બ્રોડે પાંચ વિકેટ લીધી હતી.
ગુરુવારે બ્રોડની ઉંમર 35 વર્ષ 196 દિવસ હતી. ઓસ્ટ્રેલિયામાં એશિઝમાં એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેનારો તે ચોથો સૌથી વૃદ્ધ અંગ્રેજ ઝડપી બોલર બન્યો હતો. છેલ્લા 70 વર્ષમાં બ્રોડ આવું કરનાર પ્રથમ ઝડપી બોલર છે. ફ્રેડી બ્રાઉન, સિડની બાર્ન્સ અને જ્યોર્જ ગેરી આ પહેલા આવું કરી ચુક્યા છે.

