TEST SERIES

ટેસ્ટ ઇતિહાસમાં પ્રથમ વખત લોર્ડ્સમાં યોજાશે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ

Pic- Female Cricket

ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી કે ઐતિહાસિક લોર્ડ્સ મેદાન 2026માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી મહિલા ટેસ્ટની યજમાની કરશે. આ પ્રથમ વખત હશે જ્યારે આ મેદાન પર આ બંને ટીમો વચ્ચે ટેસ્ટ મેચ રમાશે.

ભારતીય ટીમ જુલાઈ 2025માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણી બાદ 2026માં એકમાત્ર ટેસ્ટ માટે પરત ફરશે, એમ ECBએ તેની વેબસાઈટ પર જણાવ્યું હતું. ભારતીય ટીમ આવતા વર્ષે 28 જૂનથી 12 જુલાઈ સુધી 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમશે. ત્યારબાદ ટીમ અનુક્રમે 16 (સાઉથમ્પટન), 19 (લંડન) અને 22 જુલાઈ (ચેસ્ટર-લે-સ્ટ્રીટ) પર 3 મેચની વનડે શ્રેણી રમશે.

ECBના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રિચર્ડ ગોલ્ડે કહ્યું કે, મને એ વાતનો પણ આનંદ છે કે ભારતીય મહિલા ટીમ 2026માં લોર્ડ્સમાં રમાનારી પ્રથમ મહિલા ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની મહિલા ટીમનો સામનો કરવા વાપસી કરશે. આ ખરેખર એક ખાસ પ્રસંગ હશે. ECBએ કહ્યું કે, એ પણ પુષ્ટિ થઈ ગઈ છે કે ભારતીય ટીમ 2026માં લોર્ડ્સમાં રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચ માટે પરત ફરશે. આ મેદાન પર આ બંને ટીમો વચ્ચે રમાનારી આ પ્રથમ ટેસ્ટ મેચ હશે.

ઇંગ્લેન્ડની મહિલાઓ છેલ્લા ત્રણ વર્ષથી લોર્ડ્સમાં સફેદ બોલની મેચો રમી રહી છે, જેમાં આવતા વર્ષે બીજી મેચ નિર્ધારિત છે, પરંતુ આ પ્રથમ વખત હશે જ્યારે મહિલા ટેસ્ટ મેચમાં ભારતની યજમાની કરશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બાદ ભારતીય ટીમે આ વર્ષે જૂન-જુલાઈમાં દક્ષિણ આફ્રિકા સામે તેની ધરતી પર રમાયેલી ટેસ્ટ મેચ જીતી છે. ભારતે તેની છેલ્લી ટેસ્ટ મેચ 2021માં ઈંગ્લેન્ડમાં બ્રિસ્ટોલમાં રમી હતી. આ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.

Exit mobile version