ઇંગ્લેન્ડે બુધવાર, 28 જૂનથી લોર્ડ્સમાં શરૂ થનારી બીજી એશિઝ ટેસ્ટ માટે તેમની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે. સ્પિનર મોઈન અલીના સ્થાને વર્સેસ્ટરશાયરના ફાસ્ટ બોલર જોશ ટૉન્ગ્યુનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ ટેસ્ટમાં મોઈન અલી ઈંગ્લિશ ટીમનો ભાગ હતો જે ઓસ્ટ્રેલિયા સામે 2 વિકેટે હારી ગઈ હતી.
જોશ ટંગે 1 જૂન 2023ના રોજ આયર્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જોશ આ મેચની પ્રથમ ઈનિંગમાં કોઈ વિકેટ લઈ શક્યો ન હતો, પરંતુ બીજી ઈનિંગમાં તેણે 5 વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને બે વિકેટથી હરાવ્યું હતું અને પાંચ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડની નજર બરાબરી પર રહેશે.
📋 We can confirm our team for the second Ashes Test match at Lord's.
Congratulations, Josh Tongue 🤝 #EnglandCricket | #Ashes
— England Cricket (@englandcricket) June 27, 2023
બીજી એશિઝ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડ પ્લેઈંગ ઈલેવન: બેન ડકેટ, જેક ક્રોલી, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રૂક, બેન સ્ટોક્સ*, જોનાથન બેરસ્ટો+, સ્ટુઅર્ટ બ્રોડ, ઓલી રોબિન્સન, જોશ ટંગ, જેમ્સ એન્ડરસન