ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ગયા મહિને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ શ્રેણી પહેલા ટેસ્ટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. વિરાટ કોહલી ભલે ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીનો ભાગ ન હોય, પરંતુ ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી દરમિયાન પણ તેની ચર્ચા થઈ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચના પહેલા દિવસે સંજય માંજરેકરે વિરાટ કોહલીનું નામ લીધા વિના તેના ઉપર નિશાન સાધ્યું છે.
સંજય માંજરેકરે ઘણીવાર વિરાટ કોહલીની ટીકા કરતા જોવા મળે છે, પરંતુ ઈંગ્લેન્ડ શ્રેણી દરમિયાન કોહલીનું નામ લીધા વિના તેમનું નિશાન સાધ્યા બાદ, લોકોએ સોશિયલ મીડિયા પર તેમને ઠપકો આપ્યો છે.
ખરેખર સંજય માંજરેકરે કોમેન્ટ્રી ટીમનો ભાગ છે. રમતના પહેલા દિવસે, કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ ભારત માટે ઇનિંગની શરૂઆત કરી. કેએલ રાહુલ સતત બોલને ઓફ સાઇડની બહાર છોડી રહ્યા હતા, આ દરમિયાન સંજય માંજરેકરે કોમેન્ટ્રી દરમિયાન કહ્યું, કેએલએ ઓફ સાઇડની બહાર ફુલ લેન્થ પર પડેલા એક પણ બોલને સ્પર્શ કર્યો નથી, આપણે જાણીએ છીએ કે એક ભૂતપૂર્વ બેટ્સમેન આવા બોલનો પીછો કરે છે અને પોતાને મુશ્કેલીમાં મૂકી દે છે.
સંજય માંજરેકરે કોહલીનું નામ લીધું ન હતું, પરંતુ તેમનો ઈશારો કોહલી તરફ હતો, જેના પછી ચાહકો ગુસ્સે થયા. ત્યારબાદ સોશિયલ મીડિયા યુઝર્સે સંજય માંજરેકરની ટીકા કરી.
Being a commentator, he can comment on the game n players playing but saying this is very personal to be honest. When comments are personal, let’s compare both of them. @sanjaymanjrekar Do reply. pic.twitter.com/1j2XGUp4dd
— An Indian (@an_indianfirst) June 20, 2025
— Out Of Context Cricket (@GemsOfCricket) June 20, 2025

