તેનું આ ટ્વીટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે…..
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી ટેસ્ટ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેને ભારત 227 રને હાર્યું હતું. મેચના અંતિમ દિવસે ટીમ ઈન્ડિયા 420 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરી હતી અને આખી ટીમ 197 રનમાં પડી ગઈ હતી. આ જીત બાદ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને હિન્દીમાં ટ્વિટ કરીને ભારતીય ચાહકોને ચીડવ્યાં છે.
કેવિન પીટરસને ટ્વિટર પર લખ્યું, ‘ભારત, યાદ રાખો મેં તમને અગાઉથી ચેતવણી આપી હતી કે જ્યારે તમે ઓસ્ટ્રેલિયા ને તેમના ઘરે પરાજિત કરો ત્યારે ખૂબ ઉજવણી ન કરો.’ પીટરસનની ભારતમાં ઘણી ફેન ફોલોઇંગ છે. પીટરસન અગાઉ પણ હિન્દીમાં ટ્વીટ કરી રહ્યો છે. તેનું આ ટ્વીટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
India , yaad hai maine pehele hi chetawani di thi ke itna jasn na manaye jab aapne Australia ko unke ghar pe haraya tha
— Kevin Pietersen
(@KP24) February 9, 2021

