ન્યૂઝીલેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં 369 રનના લક્ષ્યનો પીછો કરી રહી છે. આ મેચ વેલિંગ્ટન શહેરમાં રમાઈ રહી છે. શનિવારે ત્રીજા દિવસની રમતના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 41 ઓવરમાં 111/3 હતો.
ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ 164 રનમાં સમેટાયો હતો, જેમાં ગ્લેન ફિલિપ્સે મહત્વની ભૂમિકા ભજવી હતી. ફિલિપ્સે 16 ઓવરમાં 45 રન આપીને પાંચ વિકેટ લઈને અનોખો ઈતિહાસ રચ્યો હતો. તેણે એવી સિદ્ધિ હાંસલ કરી છે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભાગ્યે જ કોઈ કરી શકે.
ફિલિપ્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક જ શહેરમાં વિકેટ અને સ્ટમ્પિંગ કરનાર પ્રથમ પુરુષ ખેલાડી બન્યો. તેણે જાન્યુઆરી 2018માં વેલિંગ્ટનમાં પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં સ્ટમ્પિંગ કર્યું હતું.
આ સિવાય ફિલિપ્સે વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. છેલ્લા 16 વર્ષમાં ઘરેલું ટેસ્ટમાં વિકેટ લેનારો તે પ્રથમ ન્યુઝીલેન્ડનો સ્પિનર છે. તેના પહેલા આ સિદ્ધિ જીતન પટેલે કરી હતી. જીતને 2008માં ન્યૂઝીલેન્ડમાં ઘરઆંગણે પાંચ વિકેટ ઝડપી હતી.
ફિલિપ્સે વેલિંગ્ટનમાં ઉસ્મામ ખ્વાજા, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી, ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શ જેવા ખેલાડીઓને નિશાન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી બીજા દાવમાં નાથન લિયોને સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 46 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 41 રન બનાવ્યા હતા. ગ્રીન અને હેડે અનુક્રમે 34 અને 29 રન બનાવ્યા હતા. ફિલિપ્સે માત્ર બોલથી જ નહીં પરંતુ બેટથી પણ અસરકારક પ્રદર્શન કર્યું હતું. ન્યૂઝીલેન્ડ માટે પ્રથમ દાવમાં તેણે મુશ્કેલ પરિસ્થિતિમાં 70 બોલમાં 13 ચોગ્ગાની મદદથી 71 રન ઉમેર્યા હતા.
Khawaja, Green, Head, Marsh, Carey ☝️
After not bowling a single delivery in the first innings, Glenn Phillips produced a wonderful second innings five-wicket haul as New Zealand fought back in Wellington 👏#NZvAUS pic.twitter.com/Pmb2ZEJwke
— Wisden (@WisdenCricket) March 2, 2024