TEST SERIES

હરભજન સિંહ: ઈંગ્લેન્ડની ટીમ નવી અને તાકતવર, ટક્કરની મેચ જામશે

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં જબરદસ્ત વાપસી કરી છે. IPL 2022માં કેપ્ટન તરીકે સારૂ પ્રદર્શન કરનાર હાર્દિક પંડ્યાએ પહેલા સાઉથ આફ્રિકા સામે અને પછી આયર્લેન્ડ સામે T20 ઈન્ટરનેશનલ સિરીઝમાં સારું પ્રદર્શન કર્યું હતું.

તે આયર્લેન્ડ સામે ટીમનો સુકાની હતો અને તેણે બે મેચની T20I શ્રેણીમાં વિરોધી ટીમને 2-0થી હરાવીને શ્રેણી જીતી હતી. હાર્દિકની આ જોરદાર વાપસી બાદ ભારતના પૂર્વ સ્પિનર ​​હરભજન સિંહનું માનવું છે કે હવે હાર્દિક પંડ્યાને પણ ટેસ્ટ ટીમમાં સામેલ કરવો જોઈએ.

સ્પોર્ટ્સકીડાએ હરભજન સિંહને ટાંકીને કહ્યું કે મને લાગે છે કે ઈંગ્લેન્ડ સામેની આ ટેસ્ટ મેચ માટે હાર્દિક પંડ્યાને ભારતીય ટીમમાં સામેલ કરવો જોઈએ. ભારત પાસે માત્ર એક જ ટેસ્ટ મેચ રમવાની છે અને ઝડપી બોલરો ઇંગ્લેન્ડમાં સારો દેખાવ કરશે તેવી અપેક્ષા છે. હા, શાર્દુલ ઠાકુર ટેસ્ટ ટીમમાં છે અને તેણે સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ જો હાર્દિક પંડ્યા પણ ટીમમાં હોય તો તે ખરેખર સારું રહેશે. જો તમારી પાસે બોલિંગમાં વધુને વધુ વિકલ્પો હોય તો બેટિંગને વેગ મળે છે.

હાર્દિક પંડ્યાએ 2018થી ભારત માટે એકપણ ટેસ્ટ મેચ રમી નથી. પંડ્યાની ઈજા અને પછી તેની પીઠની સર્જરીએ તેને ટેસ્ટ ટીમથી દૂર રાખ્યો હતો અને તે ઘણા મહિનાઓ સુધી ભારત માટે કોઈ ફોર્મેટ રમી શક્યો ન હતો. સાથે જ ભજ્જીએ કહ્યું કે ભારત એજબેસ્ટન ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ સામે જીત મેળવશે. તેણે કહ્યું કે કોઈ શંકા વિના આ એક મોટી ટેસ્ટ મેચ હશે. બેન સ્ટોક્સની કેપ્ટનશીપ હેઠળની ઈંગ્લેન્ડની ટીમ નવી છે, પરંતુ તેની પાસે ઘણું સાબિત કરવાનું છે. બીજી તરફ ભારત પાસે ઘણા વર્ષો પછી ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતવાની મોટી તક છે.

Exit mobile version