TEST SERIES

હેરી બ્રુકે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, 29 વર્ષ પછી તોડ્યો વિનોદ કાંબલીનો રેકોર્ડ

ઈંગ્લેન્ડના ઉભરતા સ્ટાર હેરી બ્રુકે પોતાની તોફાની બેટિંગથી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. પોતાના શાનદાર ફોર્મને ચાલુ રાખતા આ ખેલાડીએ ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી હતી.

બ્રુકની 9 ઇનિંગ્સમાં આ ચોથી સદી છે અને આ ઇનિંગ સાથે તેણે એક મોટો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. આ વર્લ્ડ રેકોર્ડ અગાઉ પૂર્વ ભારતીય ખેલાડી વિનોદ કાંબલીના નામે હતો. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં બ્રુક અણનમ 184 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ ઇનિંગ સાથે તે ટેસ્ટ ક્રિકેટની પ્રથમ 9 ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.

વિનોદ કાંબલીએ આ પહેલા ટેસ્ટ ક્રિકેટની પ્રથમ 9 ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. કાંબલીએ આ સમયગાળા દરમિયાન બે બેવડી સદી અને તેટલી સદીઓના આધારે કુલ 798 રન બનાવ્યા હતા. પરંતુ આ ઈનિંગ બાદ બ્રુકે 807 રન બનાવ્યા છે અને તે હજુ પણ બેટિંગ કરી રહ્યો છે.

ટેસ્ટ ક્રિકેટની પ્રથમ 9 ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન-

807* – હેરી બ્રુક
798 – વિનોદ કાંબલી
780 – હર્બર્ટ સટક્લિફ
778 – સુનીલ ગાવસ્કર
777 – એવર્ટન વીક્સ
703 – જ્યોર્જ હેડલી
695 – ફ્રેન્ક વોરેલ

હેરી બ્રુકની નજર હવે સુની ગાવસ્કરનો વર્લ્ડ રેકોર્ડ તોડવા પર હશે. પ્રથમ 6 ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરના નામે છે. ગાવસ્કરે રેડ બોલ ક્રિકેટની પ્રથમ 6 મેચમાં 912 રન બનાવ્યા હતા, જ્યારે સર ડોન બ્રેડમેન 862 રન સાથે આ યાદીમાં બીજા ક્રમે છે. બ્રુક પાસે આ બંને રેકોર્ડ તોડીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવાની મોટી તક છે.

Exit mobile version