ટેસ્ટ ક્રિકેટના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે માર્ચ ૨૦૨૫માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ રમાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મંગળવારે (૧૧ માર્ચ) જાહેરાત કરી હતી કે આ મેચ ડે-નાઈટ હશે અને તે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે.
૧૫૦મી વર્ષગાંઠ પર યોજાનારી આ મેચ ૧૧ થી ૧૫ માર્ચ દરમિયાન રમાશે. તમને જણાવી દઈએ કે ૧૮૭૭માં બંને ટીમો વચ્ચે ટેસ્ટ ઇતિહાસમાં પહેલી મેચ આ મેદાન પર રમાઈ હતી. આ મેચ ૧૯૭૭માં તેની ૧૦૦મી વર્ષગાંઠ પર રમાઈ હતી. રસપ્રદ વાત એ છે કે ટેસ્ટ ઇતિહાસની પહેલી મેચ અને 100 વર્ષ પૂર્ણ થવા પર રમાયેલી મેચનું પરિણામ એક જ હતું. ઓસ્ટ્રેલિયાએ બંને મેચ 45 રનથી જીતી હતી.
ઓસ્ટ્રેલિયાની પુરુષ ટીમનું 2027નું ક્રિકેટ કેલેન્ડર ખૂબ જ વ્યસ્ત છે. ઓસ્ટ્રેલિયા ડિસેમ્બર અને જાન્યુઆરી 2026-27માં ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમશે. આ પછી, ટીમ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ટીમ ઈન્ડિયા સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમવા માટે ભારત આવશે. આ પછી, તે ઇંગ્લેન્ડ સામે એકમાત્ર મેચ રમવા માટે પરત ફરશે.
આ ટેસ્ટ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ નહીં હોય, પરંતુ શું ઓસ્ટ્રેલિયા 2023 અને 2025 ની આવૃત્તિઓની જેમ 2027 ની ફાઇનલ માટે ક્વોલિફાય થઈ શકશે? જો તે આમ કરે છે, તો તેણે જૂનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ અને પછી પાંચ ટેસ્ટની એશિઝ શ્રેણી રમવી પડશે. તમને જણાવી દઈએ કે 2027નો ODI વર્લ્ડ કપ ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાશે.