TEST SERIES

ICC ટેસ્ટ રેન્કિંગઃ જસપ્રીત બુમરાહે મારી મોટી છલાંગ, ટોપ-10માં સ્થાન મેળવ્યું

સેન્ચુરિયન ટેસ્ટ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા જોહાનિસબર્ગ ટેસ્ટ જીતવાના ઈરાદા સાથે રમી રહી છે. જો ભારતીય ટીમ જોહાનિસબર્ગ ટેસ્ટ પણ જીતશે તો આફ્રિકાને તેની જ ધરતી પર હરાવીને શ્રેણી જીતી લેશે.

બંને મેચમાં બોલરોએ પોતાની તાકાત બતાવી છે. કારણ કે બંને ટીમોના બોલરો વિકેટ લેવામાં સફળ રહ્યા છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની શાનદાર બોલિંગ ને કારણે તેણે ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. જસપ્રીત બુમરાહે ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોપ 10માં પ્રવેશ કર્યો છે.

તમને જણાવી દઈએ કે ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહને 3 સ્થાનનો ફાયદો થયો છે. જસપ્રીત બુમરાહ 781 પોઈન્ટ સાથે નવમા સ્થાને છે. બીજી તરફ આર.અશ્વિનને નુકસાન થયું છે. આર અશ્વિન ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં 876 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. નંબર વનની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સ 902 પોઈન્ટ સાથે છે.

તમને જણાવી દઈએ કે સેન્ચુરિયન ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાની પ્રથમ ઇનિંગમાં જસપ્રીત બુમરાહે 2 વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે આર અશ્વિનને કોઈ વિકેટ મળી ન હતી. આ સાથે જ બીજી ઇનિંગમાં જસપ્રીત બુમરાહે 3 વિકેટ પોતાના નામે કરી હતી. આર અશ્વિનને બે વિકેટ મળી હતી.

જોહાનિસબર્ગ ટેસ્ટની વાત કરીએ તો જસપ્રીત બુમરાહે સાઉથ આફ્રિકાની પ્રથમ ઈનિંગમાં એક વિકેટ ઝડપી હતી. આર અશ્વિનને પ્રથમ દાવમાં કોઈ વિકેટ મળી ન હતી.

Exit mobile version