
ભારત સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે સ્ટીવ સ્મિથ..
ભારતીય કેરટેકર ટેસ્ટ કેપ્ટન અજિંક્ય રહાણે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ રેન્કિંગમાં બેટ્સમેનોની યાદીમાં છઠ્ઠા ક્રમે પહોંચી ગયો છે, જ્યારે ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથને ટોચની સ્થિતિથી નીચે સરકીને નંબર-1 પોઝિશન મેળવ્યો છે. પાકિસ્તાન સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા કેન વિલિયમસન બે સ્થાને ચડીને બેટ્સમેનોની યાદીમાં પ્રથમ નંબર પર પહોંચી ગયો છે. જ્યારે ભારત સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા સ્ટીવ સ્મિથ બે સ્થાન નીચે લપસીને ત્રીજા સ્થાને છે.
How it started v how it’s going
pic.twitter.com/XKyEJUgUAS
— ICC (@ICC) December 31, 2020
કેન વિલિયમ્સને પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી હતી, જેના માટે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. કીવી ટીમે આ મેચ 101 રનથી જીતી લીધી હતી. વિલિયમસન 2015 બાદ પ્રથમ વખત બેટ્સમેન રેન્કિંગમાં ટોચ પર છે. સ્ટીવ સ્મિથ વિરાટ કોહલી ગયા વર્ષથી ટોચ પર છે. કેન વિલિયમસન પાસે 890 રેટિંગ પોઇન્ટ છે જ્યારે કોહલીના 879 સ્મિથના 877 પોઇન્ટ છે.
