TEST SERIES

પ્રેક્ટિસ મેચ નહીં તો નેટ પ્રેક્ટિસ ચાલુ કરી કિંગ કોહલીએ, બધી પ્રકારના શોટ્સ રમ્યો

ઇંગ્લૈંડે પ્રથામ બે ટેસ્ટ માટે 17 સભ્યોની ટીમ જાહેર કરી છે…

 

ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી અને ઉપ-કપ્તાન અજિંક્ય રહાણેની તબિયત ખરાબ હોવાના કારણે કાઉન્ટી સિલેક્ટ ઇલેવન સામેની ત્રણ દિવસીય વોર્મ-અપ રમતથી ચૂકી ગયા હતા અને અનુભવી ઓપનર રોહિત શર્માએ કેપ્ટનશિપ સંભાળી હતી. ઉપ-કેપ્ટન રહાણે તેના ઉપરના હેમસ્ટ્રિંગની આજુબાજુ થોડીક સોજો અનુભવતા હતા. તેને ઈંજેક્શન અપાયું હતું. તો બીજ બાજુ સુકાની વિરાટ સોમવાર સાંજથી તેની પીઠમાં થોડી કડકતા અનુભવી રહ્યો હતો.

એવામાં આજે જ્યારે ટીમ ઈન્ડિયા કાઉન્ટી સામે ફિલ્ડિંગ કરી રહી હતી ત્યારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ નેટ પર જોરદાર પ્રેક્ટિસ કરી હતી. તેનો વિડિયો બીસીસીઆઇએ પોતાના ટ્વીટર અકાઉંટ પર મૂક્યો હતો. આ વિડિયોમાં જોઈ શકાય છે વિરાટ બધી પ્રકારના શોટ્સ રમી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, ઇંગ્લૈંડે પ્રથામ બે ટેસ્ટ માટે 17 સભ્યોની ટીમ જાહેર કરી છે. જોકે ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને ઓલરાઉન્ડર ક્રિસ વોક્સનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.

Exit mobile version