રોહિત શર્મા અને શુબમન ગિલની શરૂઆતની જોડી મેદાનમાં ઉતરશે…
ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે એક ઇવેન્ટ યોજવાનું નક્કી કર્યું છે, જેની ફાઈનલ મેચ આવતીકાલે એટલે કે 18 જૂનથી સાઉધમ્પ્ટન ખાતે અગિઆસ બાઉલમાં રમાશે. આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે યોજાવાની છે.
ભારતીય ટીમની વાત કરીએ તો રોહિત શર્મા અને શુબમન ગિલની શરૂઆતની જોડી મેદાનમાં ઉતરશે. તે જ સમયે, ચેતેશ્વર પૂજારા ત્રીજા નંબરે, ચોથા નંબર પર કેપ્ટન વિરાટ કોહલી અને પાંચમાં નંબર પર અજિંક્ય રહાણે રહેશે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન:
રોહિત શર્મા, શુબમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રીષભ પંત, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા અને જસપ્રિત બુમરાહ
ન્યુઝીલેન્ડની પ્રોબેબલ પ્લેઇંગ ઇલેવન:
ટોમ લેથમ, ડેવોન કોનવે, કેન વિલિયમસન, રોસ ટેલર, વિલ યંગ, બી.જે. વોટલિંગ, અજાઝ પટેલ, કાયલ જેમિસન, ટ્રેન્ટ બૌલ્ટ, ટિમ સાઉથી, નીલ વેગનર.