TEST SERIES

IND v BAN: યશસ્વી જયસ્વાલે સુનીલ ગાવસ્કરનો 53 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

Pic- indiatv news

ભારતના યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે કાનપુરના ગ્રીન પાર્ક ખાતે રમાયેલી બાંગ્લાદેશ સામેની શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

જયસ્વાલે પ્રથમ દાવમાં 51 બોલમાં 72 રન અને બીજી ઈનિંગમાં 45 બોલમાં 51 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ ઇનિંગ્સે ભારતને સાત વિકેટે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ગાવસ્કરે આ આખા વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ટેસ્ટ મેચમાં પોતાની શાનદાર રમતની મદદથી તેણે સુનીલ ગાવસ્કરનો રેકોર્ડ તોડ્યો હતો. તે 23 વર્ષનો થયો તે પહેલા એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી બન્યો. ગાવસ્કરે 23 વર્ષની ઉંમર પહેલા 1971માં 918 રન બનાવ્યા હતા.

જયસ્વાલની ઉંમર હાલમાં 22 વર્ષનો છો અને તેણે આ વર્ષે ટેસ્ટમાં 929 રન બનાવ્યા છે. ભારત પાસે આ વર્ષે હજુ સાત ટેસ્ટ મેચ રમવાની છે અને આવી સ્થિતિમાં જયસ્વાલના ખાતામાં વધુ રન જોડાઈ શકે છે.

જયસ્વાલે વર્ષ 2024માં 66.35ની એવરેજથી 929 રન બનાવ્યા છે. જેમાં બે સદી અને છ અડધી સદીનો સમાવેશ થાય છે. જયસ્વાલના પ્રદર્શનમાં સાતત્ય સ્પષ્ટ દેખાય છે.

Exit mobile version