TEST SERIES

ભારતીય ટીમે છેલ્લી ક્ષણે બદલવી પડી હોટલ, કોહલી ટીમ સાથે ન રહ્યો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારથી નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ મેચ શરૂ થશે. ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમે છેલ્લી ઘડીએ પોતાની હોટલ બદલવી પડી હતી. તેનું કારણ G20 સમિટ અને લગ્નની મોસમ છે. આ બે કારણોસર ફાઈવ સ્ટાર હોટલના રૂમો ભારે બુકિંગ છે.

ભારતીય ટીમ સામાન્ય રીતે દિલ્હીના તાજ પેલેસ અથવા આઈટીસી મૌર્યમાં રોકાય છે, પરંતુ આ વખતે નોઈડા નજીક હોટેલ લીલામાં રોકાઈ છે. બીસીસીઆઈના એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે હોટલ લીલામાં ઉપલબ્ધ સુવિધાઓ સારી છે. આ પરિસ્થિતિ બદલી શકાતી નથી, તેથી ટીમને શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જો કે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ટીમ સાથે હોટલમાં રોકાયો નથી. વાસ્તવમાં કોહલીનો પરિવાર ગુરુગ્રામમાં રહે છે અને આવી સ્થિતિમાં કોહલી પોતાના પરિવારના સભ્યો સાથે થોડો સમય વિતાવવા માંગે છે. સ્ટાર બેટ્સમેને આ માટે મેનેજમેન્ટ પાસેથી પરવાનગી લીધી છે. ભારતીય ટીમ પાંચ વર્ષના લાંબા ગાળા બાદ દિલ્હીમાં ટેસ્ટ મેચ રમશે.

ભૂતપૂર્વ ભારતીય સુકાની તેના પરિવાર સાથે શક્ય તેટલો વધુ સમય પસાર કરવા માંગતો હતો અને તેથી તેણે ઓછામાં ઓછા બે દિવસ ટીમના સભ્યો સાથે ન રહેવાનું નક્કી કર્યું. કોહલી દિલ્હીમાં પોતાનો સમય માણી રહ્યો છે અને તાજેતરમાં જ તે લોંગ ડ્રાઈવ પર પણ ગયો હતો.

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ પહેલા મુખ્ય કોચ રાહુલ દ્રવિડની મદદથી વિશેષ તાલીમ લીધી હતી. નાગપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં કોહલીએ સ્લિપમાં કેટલાક કેચ છોડ્યા હતા. ત્યારબાદ કોહલીએ દ્રવિડની મદદથી સ્લિપમાં પોતાની ફિલ્ડિંગ શૈલીમાં સુધારો કર્યો.

Exit mobile version