TEST SERIES

ઇંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી, શોએબ બશીર આઉટ

Pic- Inside Sports

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) એ ભારત સામે રાજકોટમાં રમાનારી ત્રીજી ટેસ્ટ મેચ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. શોએબ બશીરની જગ્યાએ ફાસ્ટ બોલર માર્ક વુડને પ્લેઈંગ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ECBના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘થ્રી લાયન્સે એક ફેરફાર કર્યો છે અને શોએબ બશીરની જગ્યાએ માર્ક વૂડનો સમાવેશ કર્યો છે. કેપ્ટન બેન સ્ટોક્સ રાજકોટમાં તેની 100મી ટેસ્ટ મેચ રમવા માટે તૈયાર છે.

શ્રેણી હાલમાં 1-1ની બરાબરી પર છે. હૈદરાબાદ ટેસ્ટ 28 રને હાર્યા બાદ ભારતે વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટ 106 રને જીતી હતી.

ઈંગ્લેન્ડની પ્લેઈંગ 11:

ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (સી), બેન ફોક્સ, રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, માર્ક વુડ, જેમ્સ એન્ડરસન.

Exit mobile version