ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતા મહિને શરૂ થનારી એકમાત્ર ટેસ્ટ મેચ માટે યજમાનોએ ટીમની જાહેરાત કરી છે. સોમવારે ન્યુઝીલેન્ડ સામે રમાયેલી ટેસ્ટ શ્રેણી સમાપ્ત થયાના થોડા કલાકો બાદ ભારત સામે રમવાની ટીમની જાહેરાત કરવામાં આવી હતી.
આ ટીમમાં માત્ર સેમ બિલિંગ્સની જ વાપસી થઈ છે, બાકીની ટીમ તે છે જેને ન્યુઝીલેન્ડ સામે તક આપવામાં આવી હતી.
ભારતીય ટીમ સામે ઈંગ્લેન્ડને છેલ્લા પ્રવાસ પર કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં રમવાનું છે. કોરોના મહામારીના ખતરાને જોતા 5 મેચોની સીરીઝની છેલ્લી મેચ સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ બંને ક્રિકેટ બોર્ડની પરસ્પર સંમતિથી બાદમાં કરાવવા અંગે અભિપ્રાય થયો હતો. 1 જુલાઈથી 4 જુલાઈ સુધી આ મેચ બર્મિંગહામમાં યોજાવાની છે. હાલમાં ભારત આ શ્રેણીમાં 2-1થી આગળ છે.
ઘરઆંગણે રમતી ઇંગ્લેન્ડની ટીમે સોમવારે જ ન્યૂઝીલેન્ડનો ક્લીન સ્વીપ કર્યો હતો. 3 મેચની શ્રેણી 3-0થી જીત્યા બાદ ટીમ ઉત્સાહમાં છે. ન્યુઝીલેન્ડ સામે રમાયેલી આ ટીમમાં માત્ર એક ફેરફાર કરવામાં આવ્યો છે. સેમ બિલિંગ્સનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
One addition for the fifth Test against @BCCI as @sambillings joins the squad! 🏴🏏#ENGvIND
— England Cricket (@englandcricket) June 27, 2022
ભારત સામે ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમ:
બેન સ્ટોક્સ (સી), જેમ્સ એન્ડરસન, જોની બેરસ્ટો, સેમ બિલિંગ્સ, સ્ટુઅર્ટ બ્રોડ, હેરી બ્રુક, જેક ક્રોલી, બેન ફોક્સ, જેક લીચ, એલેક્સ લીસ, ક્રેગ ઓવરટોન, જેમી ઓવરટોન, ઓલી પોપ, જો રૂટ