TEST SERIES

IND vs ENG: જોની બેયરસ્ટોના નામે આ શરમજનક રેકોર્ડ નોંધાયો

Pic- SkySports

રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસની શરૂઆત ઈંગ્લેન્ડની ઈનિંગ્સ સાથે થઈ હતી. દિવસની પ્રથમ વિકેટ જસપ્રીત બુમરાહે જો રૂટના રૂપમાં લીધી હતી.

આ પછી આવેલો જોની બેરસ્ટો ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. આ સાથે બેયરસ્ટોના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે.

જોની બેયરસ્ટોને સ્પિન બોલર કુલદીપ યાદવે પોતાનો શિકાર બનાવ્યો હતો. કુલદીપ યાદવે તેના ચોથા બોલ પર બેયરસ્ટોને LBW આઉટ કર્યો હતો. આ 8મી વખત છે જ્યારે જોની બેરસ્ટો ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય બોલરો સામે શૂન્ય પર આઉટ થયો હોય. હવે તે ભારત સામેની ટેસ્ટમાં સૌથી વધુ વખત ‘ડક આઉટ’ થનાર ખેલાડીઓની યાદીમાં ટોચ પર આવી ગયો છે.

8 વખત* – જોની બેરસ્ટો
7 વખત – ડેનિશ કનેરિયા
7 વખત – નાથન લિયોન
6 વખત – જેમ્સ એન્ડરસન
6 વખત – શેન વોર્ન
6 વખત – મર્વિન ડિલન

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ ચાલુ છે, દિવસના પ્રથમ સત્રના અંત સુધીમાં ઈંગ્લેન્ડે 5 વિકેટ ગુમાવીને 290 રન બનાવ્યા હતા. તેઓ હજુ પણ ભારતથી 155 રન પાછળ છે.

Exit mobile version