ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિને કૌટુંબિક તબીબી કટોકટીના કારણે રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાંથી અચાનક ખસી ગયો છે. આના થોડા કલાકો પહેલા જ તે અનિલ કુંબલે પછી 500 ટેસ્ટ વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બન્યો હતો.
બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ સોશિયલ મીડિયા પર આ ઘટના વિશે બીજી અપડેટ આપી અને લખ્યું કે અશ્વિનની માતા મેડિકલ ઈમરજન્સીનો સામનો કરી રહી છે. રાજીવ શુક્લાએ કહ્યું- હું અશ્વિનની માતાના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. તેણે રાજકોટ ટેસ્ટ છોડીને માતા સાથે રહેવા ચેન્નાઈ જવું પડશે.
Ravi Ashwin pulls out of the 3rd Test due to a family emergency. pic.twitter.com/2ofMAmld2f
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 16, 2024
Wishing speedy recovery of mother of @ashwinravi99 . He has to rush and leave Rajkot test to Chennai to be with his mother . @BCCI
— Rajeev Shukla (@ShuklaRajiv) February 16, 2024