ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝ (IND vs WI) ના રોમાંચક અને એક્શનથી ભરપૂર પ્રવાસની તૈયારી કરી રહી છે. આ પ્રવાસમાં રોહિત શર્માના નેતૃત્વમાં બે ટેસ્ટ મેચ, ત્રણ વનડે અને પાંચ મેચની ટી-20 સીરીઝ રમાશે. પ્રવાસની શરૂઆત 12 જુલાઈએ ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં પ્રથમ ટેસ્ટ સાથે થશે. વિશ્વભરના ક્રિકેટ ચાહકો ભારતીય ક્રિકેટ ટીમના આ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનું લાઈવ એક્શન જોવા આતુર છે. જો કે, ભારતનો વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કેબલ ચેનલો પર ટેલિકાસ્ટ કરવામાં આવશે નહીં (IND vs WI લાઈવ ટેલિકાસ્ટ),તેના બદલે, મેચો ફક્ત ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે.
ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની તમામ મેચો દૂરદર્શન નેટવર્કની ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ JioCinema અને Fancode એપ પર ઉપલબ્ધ હશે.

